મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ/ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો કાર્યક્રમ રદ કરાયો

ક્ષત્રિય સમાજને લઇને કરવામાં આવેલી પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ હજુ પણ યથાવત જોવા

રાજકોટ/ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો કાર્યક્રમ રદ કરાયો

ક્ષત્રિય સમાજને લઇને કરવામાં આવેલી પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો રાજકોટ પુષ્કરધામ રોડ પરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરતા આ કાર્યક્રમને રદ કરવાની ફરજ પડી હતી.

રૂપાલાનો રાજકોટમાં વિરોધ

રાજકોટમાં પુષ્કરધામ રોડ પર પરશોત્તમ રૂપાલાના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. પ્રદ્યુમન હાઇટ્સ બિલ્ડિંગમાં રૂપાલાના સમર્થનમાં મીટિંગ યોજાવાની હતી. જોકે, ક્ષત્રિય સમાજના યુવાનો ત્યાં પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

રૂપાલાના વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ACP,PI, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ વચ્ચે રૂપાલાએ પોતાના કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો