મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સાચા કે ખોટા?, જાણો હકીકત

કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના

કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સાચા કે ખોટા?, જાણો હકીકત

કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના અનુયાયીઓ અને ભક્તોમાં શોકનુમોજું ફરી વળ્યું હતું. જોતજોતામાં આ સમાચાર ગઈકાલે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરતા થયા હતા. 

શ્રી મણીધર વડવાળી મોગલ ધામ કબરાઉ(કચ્છ)ના મહંતશ્રી સામંત બાપુના પહેરવેશ અને લૂકને મળતા આવતા એક વ્યક્તિ/ મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના સમાચાર થયા છે તેવા લખાણ સાથેનો મેસેજ  વાયરલ થયો હતો. 

આ સમાચાર મળતા પહેલા તો કોઈને વિશ્વાસ આવ્યો ન હતો. લોકો પોતાના મિત્રો અંને સ્વજનોને ફોન કરીને આ સમાચારની ખરાઈ કરી રહ્યા હતા. જો કે ક્યાંયથી આ સમાચારની પુષ્ટિ થઇ ન હતી. 

જો કે હવે મળતા સમાચાર મુજબ કબરાઉ મોગલધામના મણિધર બાપુ હેમખેમ છે અને જીવિત છે, તેમનું અવસાન થયું નથી. 

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને વોટ્સએપમાં ફોરવર્ડ થઈને તમારી પાસે આવતી વિગતો-સંદેશાઓ-સમાચાર ઘણી વાર સાચા હોતા નથી. જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજોની ખરાઈ અંગે જાણતા ન હોઈએ ત્યાં સુધી આવા સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ કરવા ન જોઈએ. 

આ સમાચાર શેર કરો