ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ: બગોદરા-બામણબોર ટોલ પ્લાઝા પર રૂપિયા 84ના બદલે 1210 માંગતા હોબાળો
અમદાવાદથી રાજકોટ તરફ જતાં બગોદરાથી બામણાબોરના ટોલ પ્લાઝા પર ટ્રક ડ્રાઈવર પાસે રૂપિય

અમદાવાદથી રાજકોટ તરફ જતાં બગોદરાથી બામણાબોરના ટોલ પ્લાઝા પર ટ્રક ડ્રાઈવર પાસે રૂપિયા 84ના ટોલ સામે રૂપિયા 1210 માંગવામાં આવતા હોબાળો મચી ગયો હતો. બગોદરા-બામણબોર ટોલ પ્લાઝામાં ટ્રકના ફાસ્ટટેગ એકાઉન્ટ માંથી વન વે ટ્રાવેલ માટે રૂપિયા 84 કપાયા હતા. અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા-બામણબોર ટોલ પ્લાઝા પર મેસર્સ પ્રીતી બિલ્ડર્સ નાગપુરના નામની રિસિપ્ટ આપીને ટોલ પ્લાઝા પર ટ્રક દીઠ રૂપિયા 1000 અલગથી માંગવામાં આવ્યા હતા.
પ્રીતી બિલ્ડરના નામની રૂપિયા 1000ની રિસિપ્ટ પણ આપવામાં આવી
તેને માટે પ્રીતી બિલ્ડરના નામની રૂપિયા 1000ની રિસિપ્ટ પણ આપવામાં આવી હતી. ત્રણથી 6 એક્સેલના વાહનો પાસેથી 1000 ઉપરાંત રૂપિયા 126ની પણ વધારાની રકમ લેવામાં આવી હતી. સામન્યરીતે જઈને પાછઆ આવનાર પાસે દોઢો ટોલ લેવામાં આવે છે. 84 જવાના અને 42 આવવાના, કુલ રિટર્ન જર્નીના રૂપિયા 126 લેવામાં આવે છે. આ કિસ્સામાં એક તરફ જનારા વાહનો પાસે રીટર્ન જર્નીના પણ પૈસા માંગ્યા હતા.
આ પણ વાંચો: ગઢડા: પોલીસ વાનને ટક્કર મારી ભાગવા જતા ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
ટ્રાન્સપોર્ટર્સને આ મુદ્દે બહુ હોબાળો ન મચાવવાની વિનંતી કરી
રીટર્ન જર્નીના 126 રૂપિયા વસૂલ્યા હતા. તદઉપાંત બીજા 1000 રૂપિયા પણ માંગવામાં આવ્યા હતા. ટોલ પ્લાઝા પર મામલો બિચક્યો હોવાનું જણાતા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટર્સને આ મુદ્દે બહુ હોબાળો ન મચાવવાની વિનંતી કરી હતી.
ટ્રાન્સપોર્ટર્સ પહોંચે તે પહેલાં જ ટોલ પ્લાઝામાં બેેઠેલા માણસો થઈ ગયા રફુચક્કર
બામણબોર પર ટોલટેક્સ વસૂલ્યા પછી ટ્રક બગોદરા પહોંચી ત્યાં પણ 1210ની માંગણી કરવામાં આવતા ટ્રક ડ્રાઈવરે તેના માલિકોને ફરિયાદ કરી હતી. પરિણામે રાજકોટથી ટ્રાન્સપોર્ટર્સની એક ટીમ મંગળવારે રાતના બામબોર પહોંચી હતી તેઓ ટોલ પ્લાઝા પર પહોંચે ત્યાં સુધીમાં ત્યાં બેઠેલા તમામ માણસો નાસી ગયા હતા. ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે આઉટ સ્ટેશન કોન્ટ્રાક્ટરના માણસો દાદાગીરી કરીને પૈસા વસૂલી કરી રહ્યા છે.






