અમદાવાદ: RTOનું સર્વર થયું ઠપ્પ, સમગ્ર ગુજરાતમાં સેવા ખોરવાઈ
ભ્રષ્ટાચારમુક્ત વહીવટ આપવાના નામે કેન્દ્રીય કક્ષાએ ખૂબ જોર શોરથી ટેકનોલોજી, ઓનલાઈન સેવાના મહત્તમ ઉ

ભ્રષ્ટાચારમુક્ત વહીવટ આપવાના નામે કેન્દ્રીય કક્ષાએ ખૂબ જોર શોરથી ટેકનોલોજી, ઓનલાઈન સેવાના મહત્તમ ઉપયોગની વાતો થતી રહે છે ત્યારે RTOમાં પારદર્શક ગૂડ ઈ-ગવર્નન્સના બદલે બેડ ગવર્નન્સનો અનુભવ લોકોને થયો છે. આજે સર્વર ઠપ્પ થતા આજે 17 અને આવતીકાલે 18ના લાયસન્સ સંબંધી સેવાઓ બંધ રાખવાની જાહેરાત થઈ છે જેના પગલે હજારો લોકોએ હેરાન થવું પડયું છે.
સમગ્ર ગુજરાતમાં સેવા ઠપ્પ
આ સેવા માત્ર કોઈ એકાદ જિલ્લામાં નહીં પરંતુ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠપ્પ થઈ છે. સરકાર અનેક ઓનલાઈન સેવાઓ કેન્દ્રીય ધોરણે ચલાવે છે અને ખોટકો સર્જાયા પછી ટેકનોસેવી અફ્સરો તેને સમયસર પુનઃ કાર્યાન્વિત પણ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આ જ રીતે ટેસ્ટીંગ ટ્રેક અઠવાડિયા સુધી બંધ રહ્યા હતા અને લોકોએ પરેશાની વેઠવી પડી હતી. અન્ય સેવાઓમાં પણ સર્વર ધીમા પડવા કે બંધ પડવા જેવા પ્રશ્નો સર્જાતા હોય છે.
આજે અને આવતીકાલે લાયસન્સ સંબંધી સેવાઓ બંધ રાખવાની જાહેરાત
રાજકોટ મહાપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા 5.60 લાખ મિલ્કતધારકો પાસેથી ટેક્સ વસુલાત ઓનલાઈન વર્ષોથી કરે છે પરંતુ, તેમાં સ્થાનિક ધોરણે જ સોફ્ટવેર ડેવલપ થયા હોય ભાગ્યે જ કોઈ ફોલ્ટ આવે છે અને ફોલ્ટ આવે તો થોડા કલાકોમાં તે રિપેર કરી લેવાય છે ત્યારે સરકારમાં યુધ્ધના ધોરણે આ ફોલ્ટ રિપેર કેમ નથી થતો તે સવાલ આજે ધોમધખતા તાપમાં હેરાન થતા લોકોએ કર્યો હતો.






