મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ambaji મંદિર પર રોપ વેની સુવિધા આ 4 દિવસ માટે બંધ, મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં કરાશે ચાલુ

Banaskantha News: બનાસકાંઠા સ્થિત અંબાજી ધામમાંથી રોપ વેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. 5 દિવસ માટે અંબાજી ગબ્બર

Ambaji મંદિર પર રોપ વેની સુવિધા આ 4 દિવસ માટે બંધ, મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં કરાશે ચાલુ

Banaskantha News: બનાસકાંઠા સ્થિત અંબાજી ધામમાંથી રોપ વેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. 5 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ વેની સુવિધા બંધ રાખવામાં આવી છે. વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં તારીખ 21 જૂલાઈથી 25 જૂલાઈ સુધી રોપ વેની સુવિધા બંધ રાખવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ આ નિર્ણય લેવાયો છે. જો કે, માત્ર રોપ વેની સુવિધા બંધ કરવામાં આવી છે. ભક્તો ગબ્બર પર્વત પર પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકે છે. રોપ વેની વાર્ષિક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામાં આવશે. તારીખ 26 જૂલાઈથી ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો