મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: ગિરનારમાં મહાશિવરાત્રીના મેળા પૂર્વે શ્રદ્ધાળુઓ માટે રોપ-વે કંપનીએ લીધો આ મોટો નિર્ણય

ગિરનારમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યા

Junagadh: ગિરનારમાં મહાશિવરાત્રીના મેળા પૂર્વે શ્રદ્ધાળુઓ માટે રોપ-વે કંપનીએ લીધો આ મોટો નિર્ણય

ગિરનારમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સરકારના પ્રયાસોથી યાત્રિકો માટે રોપ-વે કંપનીએ એક અત્યંત મહત્વનો અને રાહતદાયક નિર્ણય લીધો છે. મેળા દરમિયાન ગિરનાર દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓના ખિસ્સાનો ભાર હળવો કરવા માટે રોપ-વે ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોપ-વે કંપની દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, મહાશિવરાત્રી મેળાના ખાસ દિવસો દરમિયાન યાત્રિકો પાસેથી જૂના દરના બદલે રાહત દરે ટિકિટ વસૂલવામાં આવશે. ટિકિટના દરમાં 60 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હવે 699 ને બદલે 630 રૂપિયા જ ટિકિટ લેવામાં આવશે. આ ખાસ ઓફર તારીખ 11 થી 15 દરમિયાન રહેશે. 

આ સમાચાર શેર કરો