મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદઃ સળિયા કટિંગનું કૌભાંડ ઝડપાયું, ઝોન-2 એલસીબીના કોન્સ્ટેબલ સહિત 5 ઝડપાયા

શહેરમા જુહાપુરા સોનલ ચાર રસ્તા પાસે વેજલપુર પોલીસે ટીએમટી સળિયા ચોરીના કેસના ડીસીપી ઝોન-2 સ્ટાફના એક પો

અમદાવાદઃ સળિયા કટિંગનું કૌભાંડ ઝડપાયું, ઝોન-2 એલસીબીના કોન્સ્ટેબલ સહિત 5 ઝડપાયા

શહેરમા જુહાપુરા સોનલ ચાર રસ્તા પાસે વેજલપુર પોલીસે ટીએમટી સળિયા ચોરીના કેસના ડીસીપી ઝોન-2 સ્ટાફના એક પોલીસ કોન્સ્ટેબલને ઝડપીને રૂપિયા અઢી લાખની કિંમતના ચાર ટન સળિયાનો જથ્થો જપ્ત કરીને ગુનો નોંધ્યો છે. આ  અંગે કુલ પાંચ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 

શું છે સમગ્ર મામલો?

સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલી ત્વકલ સોસાયટીમાં રહેતા ઇમરાન માનાપરા ટીએમટી સળિયાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. શનિવારે રાતના સમયે તેમને માહિતી મળી હતી કે તેમની કંપનીના ટીએમટી સળિયાનો જથ્થો બિનવારસી રીતે અહેસાન પાર્ક સોનલ ચાર રસ્તા જુહાપુરા પાસે પડયો છે. જેથી ઇમરાનભાઇ તેમના સ્ટાફ સાથે ત્યાં ગયા હતા અને ખાનગી વોચ રાખીને આ જથ્થો લેવા માટે કોણ આવે છે? તે અંગે તપાસ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દર બે મિનિટે ફેલાય છે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો, કેન્સરના વધતા કેસ માટે પણ જવાબદાર!

જેમાં ત્રણ પીકઅપ વાન આવી હતી. જે લોંખડનો જથ્થો ભરતા હતા. આ દરમિયાન એક કારમાં યુવક આવ્યો હતો. જેથી પોલીસની મદદ લઇને તેને ઝડપીને પુછપરછ કરતા તેનું નામ મુસ્તફાખાન મલેક (હુમેરા પાર્ક સોસાયટી, ફતેવાડી) હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુસ્તફાખાન અમદાવાદ પોલીસમાં ડીસીપી ઝોન-2ના સ્ટાફમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે પ્રાથમિક પુછપરછમાં કબુલ્યુ હતું કે તેણે કચ્છથી મંગાવવામાં આવેલા જથ્થામાંથી તેણે ડ્રાઇવરને બે લાખ રૂપિયા આપીને સળિયા ખરીદી કર્યા હતા.આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો