મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં તિક્ષણ હથિયાર બતાવી લૂંટ ચલાવનાર દબોચાયા, ઘટના સ્થળે લઈ જઈ કઢાયો વરઘોડો

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ

સુરતમાં તિક્ષણ હથિયાર બતાવી લૂંટ ચલાવનાર દબોચાયા, ઘટના સ્થળે લઈ જઈ કઢાયો વરઘોડો

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ સોનાની ચેઈન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. અલગ અલગ બે લોકોને લૂંટારુ ગેંગે પોતાના શિકાર બનાવ્યા હતાં. જે ફરિયાદના ધારે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સંખેડાની નદી કિનારે મંદિરની પ્રોટેક્શન વોલ બનાવવા આંદોલન, બંધને વેપારીઓએ આપ્યું સમર્થન બજારો સજ્જડ બંધ

વરઘોડો નીકળ્યો

ભોગ બનનાર સચિન પોલીસ મથકે દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું બહાર આવ્યું છે. લૂંટવાળા વિસ્તારમાં લઇ જઇ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતુ. પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વરઘોડા સ્વરૂપે લઈ જઈ આરોપીઓને જાહેરમાં લઈ જવાયા હોવાથી લોકોનો ડર ઓછો થયો છે. 

ગુનાહિત ઈતિહાસ તપાસાઈ રહ્યો છે

ડીસીપી રાકેશ પરમારએ કહ્યું કે, 28મીએ ગુનો બન્યો હતો. જેથી આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યાં હતાં. ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. હાલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવી રહ્યાં છે. સાથે જ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો