VIDEO : આરએમસી બેઠકઃ ખર્ચ ઘટાડવા ૫૧ વાહનો બંધ, ટેન્કર મુક્તિ માટે ૫ કરોડ મંજૂર
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વહીવટી ખર્ચ અને પ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વહીવટી ખર્ચ અને પેટ્રોલ-ડીઝલનો બગાડ ઘટાડવા માટે મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ૨૨ જુદી-જુદી શાખાઓમાં ચાલતા ૫૧ જેટલા કરાર આધારિત વાહનો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.બીજી તરફ, સ્માર્ટ સિટીની વાતો વચ્ચે શહેરમાં હજુ પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. આગામી એક વર્ષ માટે અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણ કરવા રૂપિયા ૫ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જોકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો છે કે ડી.આઈ. પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરીને વેસ્ટ ઝોનને એક વર્ષમાં સંપૂર્ણ ટેન્કરમુક્ત કરાશે.

