સુરતમાં માથાભારે રિશી પંડિતના હત્યારા ઝડપાયા, મામા ભાણેજે મળી ઉતાર્યો હતો મોતને ઘાટ
સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે ચોરી લૂ

સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે ચોરી લૂંટફાટ મારામારી જેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં રચના નજીક આવેલા વડવાળા સર્કલ પાસે થયેલ હથિયારની ઘટનાનો ભેદ સુરતની કાપોદ્રા પોલીસે ઉકેલો છે. પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં રાત્રે 100 જવાનોનું 4 કલાક કોમ્બિગ, તડીપાર સહિત 13 હથિયાર પોલીસે કર્યા કબ્જે
24મીએ થઈ હતી હત્યા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24 નવેમ્બર 2024ના રોજ પંકજ ઉર્ફે મામો અને હર્ષિત કનાડિયા નામના ઇસમોએ સાથે મળીને ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આરોપી રીઢા ગુનેગાર
આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું. બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડીતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ટકો કનાડિયાની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે. અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ 17 જેટલા ગુનાઓ નોંધાય ચૂક્યા છે. ત્યારે બંને આરોપીઓએ સાથે મળીને અંગત અદાવતને લઇ ઋષિની સરાજાહેરમાં હત્યા કરી દીધી હતી.
આરોપી ડ્રાઈવિંગનું કામ કરે છે
પોલીસે આરોપીની પૂછપરછ જ કરતા સામે આવ્યું હતું કે, પંકજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદવિસ્તારના મુરઘા કેન્દ્રના નગરનો રહેવાસી છે. સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. તો બીજી તરફ હર્ષિત ઉર્ફે ટકો કનાડિયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવેલ રચના સોસાયટીનો રહેવાસી છે અને રત્ન કલાકાર છે.








