VIDEO: Suratના કીમ ગામે રિક્ષા પલટીને ખુલ્લી ગટરમાં ખાબકી, લોકોના શ્વાસ થયાં અધ્ધર
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે સ્ટેટ હાઇવે પર ખતરનાક બનાવ સામે આવ્યો છે. રાત્રે એક રિક્ષ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે સ્ટેટ હાઇવે પર ખતરનાક બનાવ સામે આવ્યો છે. રાત્રે એક રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની અવાજ સાંભળી નજીક હાજર લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલકને બચાવની કામગીરીમાં લાગી પડ્યા હતા. ભયાનક લાગતી આ ઘટના દરમિયાન રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો, જે રાહતની વાત રહી. હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી હતી. કીમ નજીકના સ્ટેટ હાઈવે પર આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. રાહદારીઓ અને વાહનચાલકો માટે આ ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ રહી છે.


