મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતમાં CNG ગેસના ભાવવધારાના વિરોધમાં ડિંડોલીમાં રીક્ષા ચાલકોની હડતાળ

સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના વિ

સુરતમાં સીએનજી  ગેસના ભાવ વધારાની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના વિરોધમાં ડિંડોલી વિસ્તારમાં રીક્ષા ચાલકોએ હડતાળ પાડી છે. સીએનજીના ભાવ વધવાના કારણે   રીક્ષા ચાલકો હવે રિક્ષા ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આ હડતાળના કારણે  લોકો ચાલતા અથવા સિટી બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે,   સુરતમાં મોટા પ્રમાણમાં રિક્ષાઓ ચાલતી હોવાથી સ્થિતિ વણસી છે. હડતાળિયા રીક્ષા ચાલકો અન્ય રિક્ષાઓમાં બેસેલા પેસેન્જરોને પણ નીચે ઉતારતા નજરે પડ્યા હતા. કોઈને બેસાડવા દેતા ન હતા. જેથી મુસાફરો ભારે પરેશાન થયા છે.

આ સમાચાર શેર કરો