મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસ કરતા રીક્ષા ડ્રાઇવરોનો વટ વધુ, પોલીસ ચોકીમાં ભજવી રહ્યો છે PSIની ભૂમિકા

સુરતમાં એક તરફ નકલી પોલીસ ઝડપાઈ રહી છે. ત્યારે દીવા તળે જ અંધારું હોય તે રીતે પોલી

સુરતમાં પોલીસ કરતા રીક્ષા ડ્રાઇવરોનો વટ વધુ, પોલીસ ચોકીમાં ભજવી રહ્યો છે PSIની ભૂમિકા

સુરતમાં એક તરફ નકલી પોલીસ ઝડપાઈ રહી છે. ત્યારે દીવા તળે જ અંધારું હોય તે રીતે પોલીસ ચોકીમાં પીએસઆઇની ભૂમિકામાં એક રીક્ષા ડ્રાઇવર વટ પાડતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ અને રીક્ષા ડ્રાઇવરની મિલી ભગતથી શું શું થતું હશે. તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

ખુરશી પર બેસી વટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રીક્ષા ડ્રાઇવર પોતાને પોલીસનો અધિકારી હોય તેવું સમજીને વટ મારતો ફરતો હોય તે રીતે સામે આવી રહ્યું છે. પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીનો રીક્ષા ડ્રાઇવર પીએસઆઇને ભૂમિકા ભજવી રહ્યો છે. હાઉસિંગ ચોકીમાં પીએસઆઇને ખુરશી પર બેસી રૌફ પણ આ રીક્ષા ડ્રાઇવર જમાવતો હોય તેવું સામે આવી રહ્યું છે.

કોણે આટલી સત્તા આપી

સામે આવેલા વિડીયો પ્રમાણે રીક્ષા ડ્રાઇવર પોતાને પોલીસ અધિકારી હોય અને પોતે જ પીએસઆઇ હોય તે રીતે પીએસઆઇને ખુરશીમાં બેસીને અરજદારો સાથે વાત કરતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે અને એક રિક્ષા ડ્રાઇવરને આટલી મોટી સત્તા કોણે આપી દીધી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો