મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગોલ્ડ મેડલ સાથે વતન વાપસી, સમસાલ પટેલનું ઘોડા પર બેસાડી કરાયું સ્વાગત.

ભરૂચના વડદલા ગામના પાવરલિફ્ટર સમસાલ પટેલે યુકેના નોટિંગહામમાં યોજાયેલા WRPF UK વર્લ્

ભરૂચના વડદલા ગામના પાવરલિફ્ટર સમસાલ પટેલે યુકેના નોટિંગહામમાં યોજાયેલા WRPF UK વર્લ્ડ કપ ૨૦૨૬માં ગોલ્ડ મેડલ જીતીને દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.વિદેશમાંથી વતન પરત ફરેલા સમસાલ પટેલનું વડદલા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામના લોકોએ તેમને ઘોડા પર બેસાડી વિજયયાત્રા કાઢી હતી. આ પ્રસંગે સરપંચ વિલાસબેન આહીર,એડવોકેટ સલીમ મનસુરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમસાલની આ સિદ્ધિ જિલ્લાના યુવાન ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.

આ સમાચાર શેર કરો