ઉપલેટા: શહેર ભાજપ પ્રમુખનો યુ ટર્ન, ગણતરીના ક્લાકોમાં રાજીનામું પરત ખેંચ્યું
રાજકોટના ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ પદની નિમણૂંક થયા બાદ રાજીનામું આપ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ઉપલેટા ભાજપમાં આંતરી

રાજકોટના ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ પદની નિમણૂંક થયા બાદ રાજીનામું આપ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ઉપલેટા ભાજપમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.
પ્રતીક વોરાએ રાજીનામું પરત ખેંચ્યું
ઉપલેટા શહેર પ્રમુખ પદ માટે પદ સ્વીકાર્યું રાજીનામું પાછું ખેંચ્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રતીક વોરાનું ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પદ માટે નિમણૂંક થયા બાદ રાજીનામું આપી દીધું હતું.
પ્રતીક વોરાએ શહેર ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દેતા અનેક અટકળો વહેતી થઈ હતી. પ્રતીક વોરાએ સી આર પાટીલને રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ અચાનક જ ફરીથી પ્રમુખ પદ સ્વીકાર્યું હોવાની માહિતીઓ સામે આવી છે.
આ પણ વાંચો: ભાજપના નવા સંગઠનમાં ભડકો, ગઈકાલે પ્રમુખ નિયુક્ત થયા ને આજે ધર્યું રાજીનામુ
વાદવિવાદ અને આંતરિક ડખ્ખાના કારણે રાજીનામું આપ્યું
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વાદવિવાદ અને આંતરિક ડખ્ખાના કારણે રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજીનામું આપી દીધા બાદ ફરીથી પદગ્રહણ કરતા ઠેબે મારેલ વસ્તુને ફરીથી માથે ચડાવેલ હોવાની ચર્ચા શરૂ થઈ છે






