GSTV IMPACT: સુરેન્દ્રનગરના વઢવાણ-જોરવારનગરના રહિશોને મળશે ફિલ્ટરયુક્ત પાણી
સુરેન્દ્રનગર ખાતેGSTVની ઈમ્પેક્ટ જોવા મળી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ -જોરાવનગરના વિવિ

સુરેન્દ્રનગર ખાતેGSTVની ઈમ્પેક્ટ જોવા મળી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ -જોરાવનગરના વિવિધ વિસ્તારમાં ધોળીધજા ડેમ મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. તંત્ર આ પાણી ફિલ્ટર વગર પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અંગે GSTV દ્વારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.
વઢવાણ -જોરાવનગરના રહેવાસીઓને મળશે ફિલ્ટરવાળું પાણી
GSTVના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું હતું. વઢવાણ -જોરાવનગરના રહેવાસીઓને ટૂંક સમયમાં ફિલ્ટર કરી પાણી વિતરણ કરવા અંગેનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટોનું લોકાર્પણ કરવાનો નિર્ણય પણ તંત્રેએ કર્યો છે.
ફિલ્ટર વગરનું પાણી પીવાથી ચામડીના રોગોની પણ ફરિયાદ થઈ હતી
ઉલ્લેખનિય છે કે ફિલ્ટર વગરનું પાણી લોકો પીતા અને વપરાશ કરતા તેમને ચામડીના રોગો થવા લાગ્યા હતા.પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ હતી.






