મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘અનામત માથાના દુઃખાવા સમાન’ ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન

બનાસકાંઠા: ભાભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપના પ્રદેશ મંત્રીનૌકાબ

‘અનામત માથાના દુઃખાવા સમાન’ ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન

બનાસકાંઠા: ભાભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપના પ્રદેશ મંત્રીનૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને કહ્યું છે કે, ‘અનામત માથાના દુઃખાવા સમાન, તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી.’

ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પર કહ્યું કે, ક્યાંકને ક્યાંક તૃષ્ટીકરણની રાજનીતિના કારણે અને વોટ બેન્કની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી. આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આજે આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યા છે. ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે. ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે મિત્રો. તેનું જતન કરવાની ફરજ આપણી જ છે. માત્ર એક 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણા રગે-રગની અંદર આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ. ગુજરાત ભાજપના સિનિયર મહિલા નેતાએ અનામત મુદ્દે વિસ્ફોટક નિવેદન આપીને ખુલ્લેઆમ અનામતનો વિરોધ નોંધાવ્યો છે.

આ સમાચાર શેર કરો