મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

IPS અધિકારીના તુમાખીભર્યા અંદાજથી પોલીસ બેડામાં નારાજગી, તાબાના પોલીસકર્મીઓ બદલી કરાવીને અન્ય એજન્સીમાં જવા મજબૂર

રાજ્ય પોલીસ વડાની કચેરી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા

IPS અધિકારીના તુમાખીભર્યા અંદાજથી પોલીસ બેડામાં નારાજગી, તાબાના પોલીસકર્મીઓ બદલી કરાવીને અન્ય એજન્સીમાં જવા મજબૂર

રાજ્ય પોલીસ વડાની કચેરી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. તાજેતરમાં જ રજૂઆત કરવા આવેલા ધારાસભ્ય સાથે સીનીયર IPS અધિકારીએ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં એક નવો ફણગો ફૂટ્યો છે.

DGP ઓફિસમાં ફરજ બજાવતા એક સીનીયર IPS અધિકારીના તુમાખીભર્યા સ્વભાવ અને વર્તનથી તેમના તાબાના કર્મીઓ હવે તો એટલા કંટાળી ચૂક્યા છે કે કેટલાક અધિકારીઓ મરવા સુધીના વિચાર કરી લીધા છે.

DySPથી નીચેની રેન્કના કોઈપણ અધિકારીએ મળવા આવવું નહીં

આ ગભરુ IPS અધિકારીને સરકારી કામ માટે DySPથી નીચેની રેન્કના કોઈપણ અધિકારીએ મળવા આવવાનું જ નહી તેવું મૌખિક ફરમાન જારી કરી દીધું છે. તેનાથી વધારે હોય તેમ IPS અધિકારીને કોઈપણ પોલીસકર્મી મળવા આવે ત્યારે મોબાઈલ ફોન, ઘડિયાળ બહાર ઉતારીને આવવા જાણવામાં આવ્યું છે. ભૂલેચૂકે કોઈ અધિકારી મોબાઈલ ફોન અથવા તો ઘડિયાળ પહેરીને તેમની ચેમ્બરમાં પ્રવેશી જાય તો આ IPS અધિકારી ધુંવાપુવા થઇ જાય છે અને પોલીસકર્મીને ખખડાઈ નાંખે છે. આ સહિત કોઈપણ કેસની વિગતો અથવા તો દરોડા અંગેના નિર્ણયો તેમને પૂછ્યા વિના લેવાના નહી તેવા તુમાખી ભર્યો અંદાજ રાખીને અધિકારી બેઠા છે.

મહત્વનું છે કે આ તમામ બાબતો ગાંધીનગર DGP ઓફીસે બેઠેલા અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ ખ્યાલ છે પરંતુ અન્ય સીનીયર અધિકારીઓ આ બાબતે કશું જ બોલવા કે આવું વર્તન કરનાર IPS અધિકારીને તેની ભૂલ સમજાવવાનો પ્રયાસ પણ કરતા નથી.

પોલીસકર્મીઓ બદલી કરાવીને અન્ય એજન્સીમાં જવા મજબૂર

દંભી IPS અધિકારીએ પોતાના વિભાગના કર્મીઓની મૌલિક સ્વંત્રતા છીનવી લીધી છે. ગાંધીનગર DGP ઓફિસમાં બેઠેલા IPS અધિકારીના તુમાખીભર્યા વર્તનના લીધે તેમના તાબાના તમામ પોલીસકર્મીઓ હવે એક બાદ એક પોતાની બદલી કરાવીને અન્ય એજન્સી અથવા તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે મજબૂર બનીને પ્રયાસો હાથ ધરી રહ્યા હોવાની વાત ગાંધીનગર પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

મોટાભાગના કેસમાં કોઈ નક્કર કાર્યવાહી નહિ થયાનો દાવો 

બીજી વાત એવી પણ સંભાળવા મળી રહી છે કે આ વિભાગે તાજેતરમાં રાજ્ય અને શહેરમાં ઘણીબધી જગ્યાએ બે નંબરના ધંધા કરતા લોકોના ત્યાં દરોડા પાડ્યા છે. પરંતુ મોટાભાગના કેસમાં કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. ગાંધીનગરના આ IPS અધિકારીને પૂછ્યા વિના તેમના વિભાગે કોઈ જ કાર્યવાહી કે કામગીરી નહી કરવા માટેનો જોહુકમી ઓર્ડર પાસ કર્યો છે. અને સંજોગો વસાહત ક્યારેક કોઈ પોલીસકર્મીથી આ હુકમનું પાલન થાય નહી તો IPS અધિકારી મોટેમોટેથી અપશબ્દોનો પ્રયોગ કરીને તેમના તાબાના પોલીસકર્મીઓને અપમાનિત કરીને કેબીનની બહાર કાઢી મૂકે છે.

આ સમાચાર શેર કરો