મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ ભાગેડુ મુખ્ય આરોપી કાર્તિક

ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ ભાગેડુ મુખ્ય આરોપી કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કાર્તિક પટેલ પત્નીની સારવાર માટે અમદાવાદ આવતા જ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

કાર્તિક પટેલ 28 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર

ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલને 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કાર્તિક પટેલના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે, રિમાન્ડના કોઇ પણ મુદ્દાઓ થકી પોલીસ કસ્ટડીની જરૂર નથી. રિમાન્ડ કન્ફેશનલ સ્ટેટમેન્ટ કહેવાય નહીં, ગુનો બન્યો ત્યારે કાર્તિક પટેલ અહીં હાજર નહતા. આ ઘટનાનું દુ:ખ અમને પણ છે.' એક વ્યક્તિ પાસે PMJAY કાર્ડ પણ નહોતું અને અમે તેને ટ્રીટમેન્ટ આપી હતી.નાના ગામડાઓના લોકો માટે આ કેમ્પ થયા અને યોજના પણ એવું જ કહે છે એટલે કેમ્પ કરવામાં આવ્યા હતા. અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ અને અમારા તો બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરેલા છે. 

જુઓ શું કહ્યું કાર્તિક પટેલના વકીલએ

14 દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલના 12 કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

  • કાર્તિક પટેલ 51% જેટલો ભાગ ખ્યાતિ હોસ્પિટલમાં ધરાવે છે. 
  • પૈસા કેટલા આવ્યા અને ક્યાં રોકાણ કરવામાં આવ્યા તે તપાસ જરૂરી છે.
  • ડોકટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા
  • ગામડાના ગરીબ માણસોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા
  • ગેરકાયદેસર રીતે બીજાના ડેટા ચોરીને PMJAY કાર્ડ કાઢવામાં આવતા હતા
  • 16.64 કરોડ રૂપિયા PMJAY યોજના હેઠળ મેળવ્યા છે તે ક્યાં રોકાણ કરવામાં આવ્યું તે જાણવું જરૂરી
  • ઓડિટ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવી તેમાં કાર્તિક પટેલના કહેવા પર આ કામ કરવામાં આવતું હતું
  • હોસ્પિટલની મિનિટ બુક પણ મેળવવાની જરૂર છે
  • આરોપી ઓસ્ટ્રેલિય- ન્યૂઝીલેન્ડ અને દુબઈ માં ફરીને આવ્યા ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકરવર કરવો ખૂબ જરૂરી છે

અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની કરાઇ હતી ધરપકડ

ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ પત્નીની સારવાર કરવા માટે અમદાવાદ આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચે તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી હતી.

એન્જિયોગ્રાફી બાદ બે દર્દીના મોત બાદ થયો હતો વિવાદ

અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડી ખાતે 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી સારવાર બાદ અમદાવાદમાં સારવાર કરાવવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે બાદ દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો

આ સમાચાર શેર કરો