NEET પેપર લીક કૌભાંડ/ ચાર આરોપીના રિમાન્ડ મંજૂર, કોરા ચેક અને 10 લાખ એડવાન્સ પેટે લેવાયા હોવાનો ખુલાસો
NEET પેપર લીક કૌભાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યુ છે. જેના પગલે CBIએ ગોધરા, આણંદ, અમદાવાદ, ખેડા અને

NEET પેપર લીક કૌભાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યુ છે. જેના પગલે CBIએ ગોધરા, આણંદ, અમદાવાદ, ખેડા અને સુરતમાં દરોડા પાડીને તપાસનો દોર જારી રાખ્યો છે. NEET કૌભાંડમાં ગોધરા કોર્ટે પાંચ પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.બીજી તરફ એવી માહિતી મળી છે કે, ગોધરામાં જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ જ સમગ્ર નીટ પેપર લીક કૌભાંડનું એપી સેન્ટર છે. એટલું જ નહીં, નીટની પરીક્ષામાં પાસ કરવાના હેતુથી ચોક્કસ પરીક્ષાર્થીઓ પાસે એડવાન્સમાં લેવામાં આવ્યા હતાં. જો સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
ચાર આરોપીના રિમાન્ડ મંજૂર
ગોધરાના બહુચર્ચિત NEET કૌભાંડ મામલામાં ધરપકડ કરાયેલા 5 પૈકી ચાર આરોપીઓની CBI દ્વારા કોર્ટમાંથી કસ્ટડી લીધા બાદ બીજા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગોધરા કોર્ટે પાંચ પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. CBI દ્વારા આરોપી તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરૂષોત્તમ શર્મા અને વિભોર આનંદની
પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પૂછપરછમાં નવા ખુલાસા થઇ શકે છે.
પરીક્ષાર્થીઓ પાસેથી કોરા ચેક એડવાન્સ પેટે લેવાયા હતા
NEET પેપર લીક કૌભાંડનો મામલો છે ક કોર્ટ સુધ પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે સબ સલામત હે ના રટણ રટ્યા હતાં. જો કે, આ કૌભાંડની તપાસ કરનારાં ડીવાયએસપીની તપાસની એફિડેવિટમાં ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો છે કે, નીટની પરિક્ષામાં વિદ્યાર્થીઓને સારા ટકા મેળવવા માટે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યુ છે. પરીક્ષામાં ચોક્કસ વિદ્યાર્થીઓને એવી સૂચનામાં આપવામાં આવી હતી કે, પરીક્ષા માટે સેન્ટર પસંદ કરવાનું ઓપ્શન અપાય તો તેમાં ગોધરામાં જય જલારામ સ્કૂલ ગુજરાતી મિડીયમ સેન્ટર જોઈએ તેની માંગ કરવી. આ કારણોસર ચોક્કસ વિદ્યાર્થીઓએ જલારામ સ્કૂલનુ પરીક્ષા સેન્ટર પસંદ કર્યું હતું. એવી પણ માહિતી બહાર આવી છે કે, વિદ્યાર્થીઓને જલારામ સ્કૂલના સંચાલકોએ એવી સૂચના આપી હતી કે, જે જવાબ આવડે તેના પર ટીક કરજો. પણ જે પ્રશ્નનો જવાબ ન આવડે તે જગ્યા ખાલી રાખજો. સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી કોરા ચેક અને 10 લાખ રૂપિયા એડવાન્સમાં લેવાયા હતાં.








