મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: શિક્ષકોની ભરતી મુદ્દે રજૂઆત કરવા આવેલા ઉમેદવારો 10 મિનિટમાં ડિટેઇન

ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને શિક્ષકોની ભરતીના અલગ અલગ મુદ્દે ઉમેદવા

ગાંધીનગર: શિક્ષકોની ભરતી મુદ્દે રજૂઆત કરવા આવેલા ઉમેદવારો 10 મિનિટમાં ડિટેઇન

ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી અને શિક્ષકોની ભરતીના અલગ અલગ મુદ્દે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆત અને દેખાવોના પગલે હવે ગાંધીનગર પોલીસ સ્ટેન્ડ બાય રહીને આંદોલન નિયંત્રણ કરી રહી છે. આજે ગાંધીનગર સચિવાલય ખાતે રજુઆત કરવા આવેલા માધ્યમિક શિક્ષક ભરતીના ઉમેદવારોને 10 મિનિટમાં પોલીસે ડીટેઈન કરી લીધા હતા. 

ગાંધીનગર વિધાનસભા ગેટ પાસે રજુઆત કરવા ભેગા થયા

ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષણ વિભાગની માઘ્યમિક શિક્ષકોની ભરતીમાં ધોરણ 9 થી 12 માં 7500 જગ્યાઓ વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આજે ગાંધીનગર વિધાનસભા ગેટ પાસે રજુઆત કરવા ભેગા થયા હતા.

24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી

ઉમેદવારો  દ્વારા હાલમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 9 થી 12 માટે માત્ર 7500 જગ્યાઓ જ ફાળવવામાં આવેલી છે એ મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે જે ધોરણ 9 થી 12 ગુજરાતી માધ્યમમાં હાલની સ્થિતિ એ ખાલી મહેકમની તેમજ સમાવિષ્ટ વિષયોની સરખામણીએ ખુબ જ ઓછી છે, તે બાબતે અમો ધોરણ 9 થી 12 ના ટાટ પાસ ઉમેદવારો 75,00 જગ્યાઓને વધારીને 15,000 કરવામાં આવે એ માટે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છે.  

સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સરકાર દ્વારા હાલમાં 12,00 આચાર્યો તેમજ 22,00 જુના શિક્ષકોની ભરતીનું પણ નોટિફિકેશન આપવામાં આવ્યું છે. જેમાં હાલમાં ફરજ બજાવતા લોકો જ હાજર થશે તો 34,00 શિક્ષકોની એ જગ્યાઓ શાળાઓમાં ખાલી રહેશે. આ ઉપરાંત 31.10.2024ના રોજ નિવૃત થનાર શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી પડશે, આમ ભરતી કરવા છતાં શાળાઓને યોગ્ય અને પૂરતી સંખ્યામા શિક્ષકો નહિ મળે.

આ સમાચાર શેર કરો