ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન બાદ પાટીદાર આગેવાન રાજુ સખિયાના આક્ષેપ યથાવત, જાણો શું કહ્યું
રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની મિટિંગ મામલે ગોંડલના પાટ

રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની મિટિંગ મામલે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખિયાનું નિવેદન સામે આવ્યું છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવિધ મુદ્દાઓ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે. એવામાં પાટીદાર આગેવાન રાજુ સખિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે, આ સમાધાન મિટિંગમાં ક્યાંય પણ જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે પછીથી કોઈ પાટીદાર દીકરા પર અન્યાય થાય તો સાખી નહી લેવાય એવી ક્યાંય વાત નહી.
પાટીદાર સમાજને જયરાજસિંહના પરિવાર તરફથી કે કોઈપણ તરફથી બાહેધરી મળી નથી. અલ્પેશ ઢોલરીયાના નિવેદન બાબતે કહ્યું કે, ગોંડલ ગણેશને ધારાસભ્ય બનાવવા માગતા હોય તો તે વ્યક્તિ નક્કી ન કરી શકે મતદારો નક્કી કરી શકે. ધારાસભ્યના દાવેદાર માટે પાર્ટી નક્કી કરતી હોય છે. ગોંડલમાં આ સામાજિક પ્રવૃત્તિ, ગુંડાગર્દી, ગેરકાનૂની કામ, ભ્રષ્ટાચાર સહિત આમ જ રહ્યું તો આવનારા દિવસોમાં પરિવર્તન જોવા મળશે.
ગોંડલને લાગેલ મિર્ઝાપૂરનું લેબલ કેમ હટાવવું અને કોને પ્રતિનિધિત્વ આપવું એ પાર્ટીઓએ જોવાનું છે. અહીંના નિર્ણાયક મતદારો છે કોઈ વ્યક્તિ નહીં કે કોઈ પાર્ટી. રાજુ સખીયાએ પાટીદારો આગેવાનો અને પાટીદાર સમાજને પણ સવાલો કર્યા કે, જયરાજસિંહ અને તેમણે નિર્ણયોને પાટીદારના જે આગેવાનોને સ્વીકૃત છે. જયરાજસિંહ દ્વારા હત્યા કરવામાં આવી છે તે સ્પષ્ટ કરી દે કે આ હત્યાઓ જનહિતમાં હતી તો રાજુ સખિયા પીછે હઠ કરી લેશે.






