ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ કહ્યું, 'ગોંડલની સીટ તો...'
રાજકોટ જિલ્લામાં ગોંડલમાં સગીર છાત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. પાટીદાર સગીરની મારામારી અને ક્ષત

રાજકોટ જિલ્લામાં ગોંડલમાં સગીર છાત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. પાટીદાર સગીરની મારામારી અને ક્ષત્રિય સગીરની જાતીય સતામણી મામલામાં રિવર સાઈડ પેલેસ ખાતે બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું છે. પાટીદાર સગીરની મારામારી અને ક્ષત્રિય સગીરની જાતીય સતામણી મામલે બંને પરિવાર મતભેદો થયા હતા, જેને લઈને બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ હતી અને બંને પક્ષ દ્વારા સર્વે સમાજની મિટિંગ યોજી હતી.
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ગોંડલ બંધનું એલાન તો પાછુ ખેંચાયું હતું સાથે સાથે આજે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગેવાનોની હાજરીમાં સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને પક્ષના ફરિયાદી હાજર રહયાં હતા અને છડે ચોક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી મીડિયાને આપી હતી.
પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાનું નિવેદન
આ સમગ્ર મામલે જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, આવી બધી વાતોમાં પડતા નહીં, નહીંતર બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે.
ગણેશ જાડેજાનું નિવેદન
આ બેઠકમાં ગણેશ જાડેજા પણ હાજર રહ્યાં હતા અને તેમનું કહેવું છે કે, કેટલાક લોકો ગોંડલને મિર્ઝાપુર ગણે છે પરંતુ આ ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે.
પીડિત સગીરના પિતા સમીર સાટોડિયાનું નિવેદન
જે પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે અમારે કોઇ જાતિ-સમાજનો ઝગડો ન હતો અને વાત અહીંયા પૂર્ણ થાય છે.
પાટીદાર સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા ગોંડલમાં
બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ગોંડલમાં બેઠક કરવામાં આવી હતી. દરબાર વાડી ખાતે ક્ષત્રિય સમાજના તરૂણના સમર્થનમાં સર્વે સમાજની મિટિંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ સર્વે સમાજ સાથે મળી પગપાળા ચાલી તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલકેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ઘટનાને વખોડી કાઢી છું.
ગોંડલમાં સગીર યુવકને માર મારવાનો અંત પરંતુ નવો મુદ્દો જાગ્યો
રાજકોટ જિલ્લા પ્રમુખ અને પાટીદાર આગેવાન અલ્પેશ ઢોલરીયા એ જોશ જોશમાં નિવેદન આપ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, આવનારી વિધાનસભામાં ગોંડલ ગણેશ જ ઉમેદવાર હશે.
ગોંડલમાં પંથકમાં કોઈપણ જાતિવાદ નહીં - અલ્પેશ ઢોલરીયા
ક્ષત્રિય સમાજ 7000 હજાર વોટીંગ વાળો સમાજ છે જ્યારે પાટીદાર 1.40 લાખ વોટીંગ ધરાવતો મોટો સમાજ છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પગે લાગતો હોય તેવો અલ્પેશ ઢોલરીયાનો વીડિયો વાયરસ થયો હતો તેના પર અલ્પેશ ઢોલરીયાએ કટાક્ષ કરતાં કહ્યું કે, જયરાજસિંહ જાડેજા મારા બાપ સમાન છે. જેને લાળ ટપકે છે તેમને જાહેરમાં કહેવામાં આવે છે કે, અહીં સીટ પર કોઈ બહારના નજર ના કરતા અમારો ગોંડલ ગણેશ તૈયાર છે. અત્યારથી જ અલ્પેશ ઢોલરીયાએ 2027ની ગોંડલ વિધાનસભાની સીટ નક્કી કરી નાખી છે. પટેલ સમાજ ગણેશને ખંભા પર બેસાડીને ધારાસભ્ય બનાવીશું.








