Morbi: બેફામ કાર ચાલકે બાઈકને મારી જોરદાર ટક્કર, બાઈક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત
મોરબીના પંચાસર રોડ પર એક બેફામ કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક આધેડનું ઘટના

મોરબીના પંચાસર રોડ પર એક બેફામ કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત મોડી સાંજે થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક આધેડની ઓળખ શિવાભાઈ કાનાણી તરીકે થઈ છે. મોડી સાંજના સમયે શિવાભાઈ પોતાની બાઈક લઈને પંચાસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે શિવાભાઈ બાઈક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે આ મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




