Morbi: દેશી દારુની હાટડીઓ બંધ કરાવવા ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ વિરુદ્ધ ગ્રામજનોએ આક્ર

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ વિરુદ્ધ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. દારૂના કારણે અનેક પરિવારો બેહાલ બન્યા હોવાનો આક્ષેપ કરતા,ગામના લોકોનું એક જૂથ આજે પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યું હતું.
ગ્રામજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરીને ગામમાં ચાલી રહેલી 5થી વધુ દારૂની હાટડીઓ ચલાવતા તત્વોના નામ સાથેની યાદી પણ આપી હતી. આ રજૂઆત દરમિયાન દારૂના દુષણનો ભોગ બનેલા પરિવારોના સભ્યો, જેમાં નાની ઉંમરની મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમની વેદના વ્યક્ત કરી હતી. તેમણે ભાવુક થઈને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે દારૂના કારણે તેઓ વિધવા બની છે. નોંધનીય છે કે, લુખ્ખા તત્વો ગામમાં બેફામ બની જતા ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા હતા.



