રાપર પોલીસે ગેડી ગામમાં 3.41 લાખની કિંમતના માદક પદાર્થનો મુદ્દામાલ જપ્ત કર્યો
કચ્છ જિલ્લામાં આવેલા ગેડી ગામમાં માદક પદાર્થના જથ્થાને લઈ રાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છ જિલ્લામાં આવેલા ગેડી ગામમાં માદક પદાર્થના જથ્થાને લઈ રાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગેડી ગામમાંથી 3.41 લાખની કિંમતનો માદક પદાર્થનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
રાપર પોલીસે એરંડા અને જીરાની ખેતીની વચ્ચે છૂપાવીને ઉગાડવામાં આવેલા અફીણ પોશડોડાના છોડ પકડયા હતા. સારંગિયા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી 37.420 કિલો પોષડોડા અને 58.420 કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો.
રાપર પોલીસે ગેડી ગામના પરબત પાંચા સિંધવ અને વિશા માદેવા રાઠોડના ઘરે દરોડો પાડી પરબતની અટકાયત કરી હતી. પોલીસને વધુ એક બાતમી આધારે ગેડી ગામની કુયારા વાડી વિસ્તારમાં પચાણ સુરા રાઠોડના ખેતરમાંથી 18 કિલો પોશડોડા મળી આવ્યા હતા. પોલીસે એક શખ્સની ધરપકડ કરી જયારે અન્ય બે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.





