મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારત બંધમાં સુરતમાં યોજાઈ રેલી, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી

અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં

ભારત બંધમાં સુરતમાં યોજાઈ રેલી, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી

અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં એસસી, એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.

વૈયમનસ્ય ફેલાઈ તેવી આશંકા

એડવોકેટ પરીક્ષિત રાઠોડએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જાતિઓ વચ્ચે વયમનસ્ય પેદા થશે. બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે. જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માગી રહ્યા છે. તે અમને મળવો જોઈએ. જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું.

ઉગ્ર આંદોલનની ચીમકી

સતીશ ચૌહાણએ કહ્યું કે, આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે. તેનાથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે. સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે. બંધારણથી ઉપર કોઈ જ નથી. ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય જેથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે, જે બંધારણથી વડાપ્રધાન છે. જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે તેમાં જ આ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે અને આંદોલનને તે જ પણ કરવામાં આવશે. આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો