મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણના આ ગામમાં 800 વર્ષથી શ્રાવણી પૂનમના બદલે 28 દિવસ પછી ઉજવાય છે રક્ષાબંધનનું પર્વ, જાણો શું છે ઈતિહાસ

Raksha Bandhan 2024 : 19 ઓગષ્ટને સોમવારે શ્રાવણી પૂનમના દિવસે સમગ્ર દેશ અને

પાટણના આ ગામમાં 800 વર્ષથી શ્રાવણી પૂનમના બદલે 28 દિવસ પછી ઉજવાય છે રક્ષાબંધનનું પર્વ, જાણો શું છે ઈતિહાસ

Raksha Bandhan 2024 : 19 ઓગષ્ટને સોમવારે  શ્રાવણી પૂનમના દિવસે સમગ્ર દેશ અને વિશ્વના વિવિધ દેશોમાં રહેતા હિંદુઓ રક્ષાબંધનનું પર્વ ઉજવશે. પણ પાટણ જિલ્લાનું એક ગામ એવું છે, જ્યાં  શ્રાવણી પૂનમના 28માં દિવસે એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે. આની પાછળ મોટો ઇતિહાસ રહેલો છે. 

સમી તાલુકાના ગોધાણા ગામમાં 800 વર્ષથી શ્રાવણી પૂનમે નથી ઉજવાતી રક્ષાબંધન 

લોકવાયકા અનુસાર અંદાજે 800 વર્ષ પહેલા સમી તાલુકાના ગોધાણા ગામમાં શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ગામના તળાવમાં પરંપરા અનુસાર હલિયા નામની રમતઉ આયોજન થયું હતું. આ રમતમાં તળાવમાં શ્રીફળ ફેંકવામાં આવ્યું હતું અને જે પહેલા તળાવમાંથી શ્રીફળ લઈને બહાર આવે તે યુવકને વિજેતા જાહેર કરવાનો હતો. 

શ્રીફળ નાખવામાં આવતા ગામના ચાર યુવાનો તળાવમાં કુદ્યા હતા, પણ તેઓ 24 કલાકનો સમય વીતવા છતાં બહાર આવ્યાં નહીં. આથી ગ્રામજનોએ તેમનું કારજ પણ કરી નાખ્યું.  

ગોધાણા ગામનું તળાવ

ભાદરવા સુદ તેરસના દિવસે આ 4 યુવાનો તળાવમાંથી જીવિત નીકળ્યાં 

લોકવાયકા અનુસાર શ્રાવણી પૂનમના 28માં દિવસે એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે ગામના એક પટેલને  ગોધણશા પીર દાદાએ સ્વપ્નમાં કહ્યું હતું કે આજે ભાદરવા સુદ તેરસના દિવસે તમો ઢોલ નગારા લઈને તળાવની કિનારે જશો ત્યારે આ ચાર યુવાનો તળાવમાંથી બહાર  આવતા દેખાશે. ગ્રામજનો તળાવે ગયા અને સ્વપ્ન સાચું પડ્યું, તળાવમાં ડૂબેલા આ ચાર યુવાનો 28 દિવસે બહાર આવ્યાં. આ ઘટનાના અંદાજે 800 વર્ષ થયા, પણ આ ઘટના બાદથી ગોધાણા ગામમાં શ્રાવણી પૂનમના બદલે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે. 

ગામમાં આવેલું ગોધણશા પીર દાદાનું મંદિર

આ સમાચાર શેર કરો