VIDEO: રાજકોટઃ પટેલ ટ્યુશન ક્લાસમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો
રાજકોટમાં એક ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. હરિઘવા રોડ સ્થિત પટેલ ક્લાસિસમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ચાલુ ક્લાસ દરમિયાન કુરકુરે ખાતા હોવાના મુદ્દે શિક્ષક તુષાર રાયચુરાએ લાફા અને પાઇપથી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વિદ્યાર્થી તન્મય હરસોરાના જણાવ્યા મુજબ તેને પગ, સાથળ અને ખભાના ભાગે અનેક વખત પાઇપ વડે મારવામાં આવ્યો.જેના કારણે હાથની આંગળી પણ વાંકી વળી ગઈ હતી. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ આ શિક્ષક દ્વારા અન્ય વિદ્યાર્થી સાથે મારપીટની ઘટના બની હતી. જોકે પરિવારજનોએ હાલ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થી આગેવાન અને કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે ઘટનાની નિંદા કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

