VIDEO: રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો
સોર્સ : GSTV
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. જિજ્ઞેશ મેવાણીએ પોલીસ તંત્ર પર નિશાન સાધતા 14 એપ્રિલે રાજકોટ CP કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે. પાલ આંબલિયાએ સરકાર પર 35 હજાર કરોડનો પાક વીમો ખાઈ જવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.
200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સભા દરમિયાન ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. લલિત વસોયાએ 'આપ'ને ભાજપની B-ટીમ ગણાવી આગામી પંચાયત ચૂંટણીઓ પહેલા શક્તિપ્રદર્શન કર્યું હતું. મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે.

