VIDEO: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી કેથલેબ બંધ, દર્દીઓને પડી રહી છે હાલાકી
સોર્સ : gstv
ગુજરાત રાજ્યના રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી કેથલેબ બંધ છે. ઉલ્લેખનીય છે કે સિવિલમાં અંદાજિત ૧૦ કરોડનો ખર્ચ કરી સાધનો અને મશીનરી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ સિવિલમાં એક પણ કાર્યડિયોલોજિસ્ટ તબીબ નથી
રાજકોટ સિવિલમાં એક પણ કાર્યડિયોલોજિસ્ટ તબીબ નથી. યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ પાસે સલાહ લઈને સારવાર માટે અમદાવાદ રિફર કરવા પડે છે. તો બીજી તરફ રાજકોટ સિવિલમાં આવતા દર્દીઓને ડોક્ટરો દ્વારા તપાસ જ કરવામાં આવે છે.

