Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : To escape from police, bootlegger drove car and hit innocent biker

VIDEO: Rajkot / પોલીસથી બચવા બુટલેગરે કાર ભગાવી નિર્દોષ બાઈક ચાલકને અડફેટે લીધો, બાઈક ચાલકનું મોત

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: Rajkot / પોલીસથી બચવા બુટલેગરે કાર ભગાવી નિર્દોષ બાઈક ચાલકને અડફેટે લીધો, બાઈક ચાલકનું મોત
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના સરધાર પાસે પોલીસે બુટલેગરનો પીછો કરતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસના ડરથી ભાગી રહેલા બુટલેગરે રસ્તા પર જઈ રહેલા એક નિર્દોષ મોટરસાયકલ ચાલકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, બુટલેગર વિપુલ હાંડા પોતાની ફોર-વ્હીલર કારમાં દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો. પોલીસને સામે જોઈ પકડાઈ જવાની બીકે બુટલેગરે કાર ઉભી રાખવાને બદલે અંદાજે 100 કિમી પ્રતિ કલાકની જોખમી ઝડપે ભગાવી મૂકી હતી. પૂરઝડપે જઈ રહેલી આ કારે રસ્તામાં મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે મોટરસાયકલ ચાલકનું  ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસે બુટલેગર વિપુલ હાંડાની ધરપકડ કરી હતી. સાથે જ 100 લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આરોપી વિપુલ વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.