Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Letter bomb goes viral before BJP candidates are announced in Rajkot

Rajkotમાં ભાજપના ઉમેદવારો જાહેર થાય તે અગાઉ લેટર બોમ્બ વાયરલ, કોર્પોરેટર હિરેન ખીમાણીયા વિરુદ્ધ કરાયા ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkotમાં ભાજપના ઉમેદવારો જાહેર થાય તે અગાઉ લેટર બોમ્બ વાયરલ, કોર્પોરેટર હિરેન ખીમાણીયા વિરુદ્ધ કરાયા ગંભીર આક્ષેપો
સોર્સ : GSTV

રાજકોટ શહેરમાં હજુ ભાજપના ઉમેદવારો જાહેર થાય તે પહેલા ભાજપના કાર્યકરનો લેટર બોમ્બ વાયરલ થયો છે. ભાજપના જ એક કાર્યકરે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન,પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સહિતના નેતાઓને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે  ભાજપના વોર્ડ નં 1 ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.  કોર્પોરેટર હિરેન ખીમાણીયા સામે ગંભીર આક્ષેપો રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પહેલા જ એક નનામા પત્રએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. રાજકોટ મહાપાલિકા માટે ભાજપના ઉમેદવારના નામે જાહેર થાય તે પહેલા વાયરલ થયેલા પત્રમાં વોર્ડ નંબર એકના કોર્પોરેટર હિરેન ખીમાણીયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.2021માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ખીમાણીયા વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે. તેમાં ઉલ્લેખ છે કે ટીઆરપી ગેમઝોન કાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયા સાથે તેમના કથિત સંબંધો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. એટલું જ નહીં, વર્ષ 1992ના લઠ્ઠાકાંડમાં તેમના પિતાની સંડોવણી હોવાનો પણ સનસનીખેજ દાવો કરાયો છે.

 ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર

વધુમાં આ કાર્યકરે જણાવ્યું કે વર્ષોથી પક્ષ સાથે લોહી - પરસેવો વહાવતા કાર્યકર્તાઓને ચાન્સ આપવા જોઈએ. આ બાબતે જરૂરી તપાસ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ લેટર બોમ્બ વાયરલ થતા જ રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટની ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે. જો કે આ વાઇરલ લેટરની GSTV પુષ્ટિ કરતું નથી.           

App Store