મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot મનપાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસે 'જનતા મેનિફેસ્ટો' જાહેર કરીને વચનોનો પિટારો ખોલ્યો

રાજકોટ મનપાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસે 'જનતા મેનીફેસ્ટો' જાહેર કરીને વચનોનો પિટારો ખ

રાજકોટ મનપાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસે 'જનતા મેનીફેસ્ટો' જાહેર કરીને વચનોનો પિટારો ખોલ્યો છે. કોંગ્રેસે 70 વાર સુધીના મકાનોમાં વેરા માફી, પાણી વિતરણનો સમય વધારીને 45 મિનિટ કરવા અને મહિલા-વિદ્યાર્થીઓ માટે ફ્રી સિટી બસની જાહેરાત કરી છે. આ ઉપરાંત, દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, 24 કલાક આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓ માટે ભરતીમાં 50 ટકા પ્રાધાન્ય જેવા આકર્ષક વચનો આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વાયદાઓ જનતાને રિઝવવામાં કેટલા સફળ સાબિત થાય છે

આ સમાચાર શેર કરો