Video: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે જીતમાં ગુજરાતના મોહિત અને આર્યનનું યોગદાન

રાજકોટ માટે ગૌરવની ક્ષણ છે, અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતમાં રાજકોટના બે યુવા ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. રાજકોટના મોહિત ઉલવા અને આર્યન સવસાણીએ પોતાના પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આર્યન સવસાણીએ 7 ઓવરમાં 36 રન આપીને સારી બોલિંગ કરી હતી, જ્યારે મોહિત ઉલવાએ શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાન સામે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત બાદ આર્યનના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આર્યનનાં માતા-પિતાએ આ દિવસને પોતાના માટે દિવાળી સમાન ગણાવ્યો હતો. આર્યનના પિતા પ્રિન્સિપાલ છે જ્યારે માતા ગૃહિણી છે અને પરિવારે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગનો દીકરો પણ ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભાથી દેશનું નામ રોશન કરી શકે છે.
જાહેરાત








