Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: Doctor cheated of Rs 50.75 lakh in the name of job abroad, cyber crime police investigate

Rajkot News: વિદેશમાં નોકરીના નામે તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot News: વિદેશમાં નોકરીના નામે તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી
સોર્સ : GSTV

રાજકોટથી મોટી છેતરપિંડી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં નોકરીના નામે તબીબ સાથે રૂપિયા 50.75 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ડો.ચિન્મય ત્રિવેદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

App Store

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિઝા સહિતની અલગ-અલગ બાબતે પૈસા ઓળવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ પીડિતને ઓસ્ટ્રેલિયાના રોયલ એડલિડ હોસ્પિટલના કર્મી તરીકેની ઓળખ આપી હતી અને પછી આ છેતરપિંડીની યોજના લાગુ કરી હતી.

નોંધનીય છે કે, આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડી વધી ગઈ છે. આવામાં ખાસ આવી ઠગાઈ કરનારાઓથી બચીને રહેવાની જરૂર છે.

હાલ ગુજરાતમાં વિદેશમાં નોકરી કરવા ઈચ્છુક લોકો ઘણા જોવા મળશે. જેમને વિદેશમાં જઈને જ સ્થાયી થવું છે. આ સાથે એવા લોકોની સંખ્યા પણ મોટી છે, જેમને વિદેશમાં નોકરી આપવાના નામે ઠગવામાં આવ્યા હોય. લોકો શક્ય તેટલી વહેલી તકે પાસપોર્ટ, વિઝા અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવા માટે બ્રોકર્સ અથવા એજન્ટોનો સંપર્ક કરે છે. અને પછી ઘણા છેતરપિંડીનો શિકાર પણ બને છે. 

ટોપિક્સ:gstvgstv newsgstv liverajkot news