Video: કચ્છમાં ભરશિયાળે કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ
સોર્સ : GSTV
હવામાન વિભાગની આગાહી મુજબ રાપર તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટા પડતા ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. બે દિવસ વરસાદની આગાહી વચ્ચે ભર શિયાળે વાગડ વિસ્તારના રણકાંઠો ધરાવતા ગામો રામવાવ, કણખોઈ, ચોબારી, ગવરીપર અને કુડા જામપરમાં વરસાદ ખાબક્યો છે. જીરું, રાયડો, ઘઉં સહિત ઉભા પાકના ખેતરોમાં માવઠું પડતા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે નખત્રાણા તાલુકાના ઢોરો અને ભુજ તાલુકાના ખાવડા રોડ પર આવેલા ભીરંડિયારા ગામમાં પણ વરસાદ ખાબક્યો હતો.

