Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક, 1500થી વધુ વાહનો સાથે ખેડૂતોનો ધસારો

સોર્સ: gstv

સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થતાં જ ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ સહિતના જિલ્લાઓમાંથી 1500થી વધુ વાહનોમાં ખેડૂતો ડુંગળીનો જથ્થો લઈને યાર્ડ પહોંચ્યા હતા. ખેડૂતોની મોટી આવકને પગલે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા મોડી રાત્રે યાર્ડ ખાતે પહોંચ્યા હતા. બંનેએ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની રજૂઆતો અને મુશ્કેલીઓ જાણી હતી. ખેડૂતોને અગવડતા ન પડે અને જણસીનું સરળતાથી વેચાણ થાય તે માટે યાર્ડ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત