Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : fire system at the 12-storey Zanana Hospital has been like a 'decorative knot' for 5 months

VIDEO: Rajkot સિવિલની ઘોર બેદરકારી; 12 માળની જનાના હોસ્પિટલમાં 5 મહિનાથી ફાયર સિસ્ટમ 'શોભાના ગાંઠિયા' સમાન

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના ભયાનક TRP ગેમઝોન અગ્નિકાંડની યાદો હજુ તાજી છે, ત્યાં સરકારી તંત્રની વધુ એક ગંભીર લાપરવાહી સામે આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલની 12 માળની જનાના હોસ્પિટલમાં છેલ્લા 5 મહિનાથી ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હાલતમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હજારો નવજાત શિશુઓ અને સગર્ભા મહિલાઓના જીવ જોખમમાં મૂકનાર આ બેદરકારીએ તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

App Store

તાજેતરમાં ઓડિશાની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં હોસ્પિટલોની તપાસના આદેશ અપાયા હતા. આ અંતર્ગત રાજકોટ સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયાએ જનના હોસ્પિટલની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે, હોસ્પિટલની અદ્યતન ફાયર સિસ્ટમ છેલ્લા 5 મહિનાથી કાર્યરત નથી. 12 માળની આ વિશાળ બિલ્ડિંગમાં જો આકસ્મિક આગ લાગે, તો દર્દીઓને બચાવવા માટેના સાધનો જ કામ ન કરે તેવી સ્થિતિ છે.

રાજકોટની આ જનના હોસ્પિટલ સમગ્ર રાજ્યની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે, જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ સેંકડો સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ સારવાર માટે આવે છે. શિશુઓના વોર્ડમાં ઓક્સિજન સિલિન્ડર અને અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણોનો સતત ઉપયોગ થતો હોય છે, એવામાં ફાયર સિસ્ટમ બંધ હોવી એ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે.

આ ગંભીર ક્ષતિ સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. ફાયર સિસ્ટમનું મેઇન્ટેનન્સ કરતી એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા એજન્સીને ત્વરિત મરામત કરી સિસ્ટમ કાર્યરત કરવા માટે આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.