Video: ઉપલેટાના ભાયાવદરમાં પૂર્વ પત્નીના લગ્ન નક્કી થતાં પૂર્વ પતિ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ

સોર્સ: gstv

ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં છૂટાછેડા બાદ પૂર્વ પત્નીના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થતાં પૂર્વ પતિએ બંને પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ 24 નવેમ્બરની સવારે મતવાશેરીમાં આ બનાવ બન્યો હતો. મયુર કાથરોટીયા બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી ચેતન દાણીધારીયાએ કારથી ટક્કર મારી તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તલવાર અને લોખંડના અણીદાર પાઇપ વડે મયુરભાઈ તેમજ વચ્ચે પડેલા ભાવિકાબેન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ભાયાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત