Rajkot: બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો, મહાનગરપાલિકાએ શરુ કરી સ્પેશિયલ ડ્રાઇવ

શિયાળાના આગમન સાથે જ રાજકોટમાં સ્વાસ્થ્યની સ્થિતિ ચિંતાજનક બની છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી અને બપોરે ગરમી આવી બેવડી ઋતુના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ચોપડે પણ શરદી, ઉધરસ અને તાવના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે.
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસોના આંકડા જોતાં સ્વાસ્થ્ય તંત્રની ચિંતા વધી છે. તાવ, શરદી, ઉધરસના 1000થી વધુ દર્દીઓ નોંધાયા છે. તાવ, ઝાડા, ઉલટીના 700થી વધુ કેસો નોંધાયા છે. આ સિવાય મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં સરકારી ચોપડે મચ્છરજન્ય રોગના 4 નવા કેસ નોંધાયા છે. શહેરના અમુક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો પણ સક્રિય બન્યો છે. કમળા અને ટાઈફોઈડના દર્દીઓ પણ મળી આવ્યા છે,
વકરતા રોગચાળાને કાબૂમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ

