Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Dhoraji: Season's first heavy rains: Polls open for pre-monsoon operations of water-logged municipalities

VIDEO: ધોરાજી: સિઝનનો પ્રથમ ધમાકેદાર વરસાદ: પાણી ભરાતા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી અને તેના ગ્રામ્ય પંથકમાં અસહ્ય ગરમી અને બફારા બાદ સિઝનના પ્રથમ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. વાતાવરણમાં એકાએક પલટો આવતાં ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા અને શાક માર્કેટ સહિતના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. જોકે, પ્રથમ વરસાદે જ ધોરાજી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. ચકલા ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે દુકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા વેપારીઓએ તંત્ર સામે ભારે રોષ ઠાલવી યોગ્ય નિકાલની માંગ કરી છે. બીજી તરફ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.

App Store