Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Crime Branch caught a big fraudster with 12 bogus driving licenses, was committing fraud by posing as a fake agent

Devbhoomi Dwarka news: 12 બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ સાથે ક્રાઇમ બ્રાંચે મહાઠગને પકડયો, નકલી એજન્ટ બની છેતરપિંડી આચરતો

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Devbhoomi Dwarka news: 12 બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ સાથે ક્રાઇમ બ્રાંચે મહાઠગને પકડયો, નકલી એજન્ટ બની છેતરપિંડી આચરતો
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના નિર્દોષ અને અભણ લોકો ને નિશાન બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી કિશન નટુ સામૈયા ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

App Store

મળતી માહિતી મુજબ, આરોપી કિશન નટુ સામૈયા લાંબા સમયથી કલ્યાણપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય હતો. તે લોકો ને ઘરે બેઠા સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની લાલચ આપતો અને તેના બદલામાં મોટી રકમ વસુલ કરતો હતો. ખાસ કરીને ગરીબ અને અભણ લોકો ને ટાર્ગેટ બનાવી તેઓને સાચા લાયસન્સની ખાતરી આપતો હતો.આરોપી દ્વારા બનાવવામાં આવતા લાયસન્સ સંપૂર્ણપણે ડુપ્લિકેટ હતા, પરંતુ લોકોને તે મૂળ અને કાયદેસર હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ લેવામાં આવતા. આ રીતે અનેક લોકોને છેતરતા આરોપીએ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

જામખંભાળિયાના કલ્યાણપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને એક શખ્સ આરટીઓમાં એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી જાળમાં ફસાવી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી છેતરપિંડી આચરતો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે કલ્યાણપુરમાં સરકારી હોસ્પિટલની સામે રહેતો કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા (ઉ.વ. 25)ને પકડી લીધો હતો. રેડ દરમિયાન પોલીસે તેની પાસેથી અલગ-અલગ 12 બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ, રૂ. 5200 રોકડા તથા મોબાઇલ ટુ-વ્હીલર મળી રૂ. 35,200 નો મુદ્દામાલ કબજે કરી કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

પોસ્ટ ઓફીસને લગતી કામગીરી કરતો 

પોલીસની પુછપરછમાં આરોપી પોસ્ટ ઓફીસને લગતી કામગીરી કરતો હોવાથી અલગ-અલગ વિસ્તારોના લોકો સાથે મુલાકાત થતી, ત્યારે તે પોતે આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાની વાતો કરી લોકોને ફસાવતો હતો અને એક લાયસન્સના રૂ. 3000થી રૂ. 8000 સુધી રોકડા તથા ઓનલાઇન લઇ લેતો હતો અને ગ્રાહકને આરટીઓમાં ટ્રાયલ આપ્યા વગર ઓરીજનલ ડ્રાઇવીંગ લાયસન્સ ઘરબેઠા મળી જશે, તેવા ખોટા વાયદાઓ કરી તે મોબાઇલ ફોનમાં અન્ય વ્યક્તિના લાયસન્સનો ફોટો પાડી તેમાં એડીટીંગ કરી તેની પ્રીન્ટ કાઢીને લેમીનેશન કરાવીને આપતો હતો.

 400 લોકોના લર્નિંગ અને પાકા ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપી છેતરપિંડી આચરી

આરોપીએ સંખ્યાબંધ લોકોને છેતર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ વર્ષ દરમિયાન આશરે 300 થી 400 લોકોના લર્નિંગ અને પાકા ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:dwarkagstv newsgujarat state