VIDEO: દ્વારકા જિલ્લામાંથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું, મુખ્ય આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના નિર્દોષ અને અભણ લોકોને નિશાન બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી કિશન નટુ સામૈયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી કલ્યાણપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય હતો અને તે લોકોને ઘરે બેઠા સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની લાલચ આપતો અને તેના બદલામાં મોટી રકમ વસુલ કરતો હતો. ખાસ કરીને ગરીબ અને અભણ લોકો ને ટાર્ગેટ બનાવી તેઓને સાચા લાયસન્સની ખાતરી આપતો હતો.



