Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : bit.ly/Jetpur-Cricket-Fever-Live-2026

VIDEO: જેતપુરમાં ક્રિકેટનો જાદુ: વિશાળ સ્ક્રીન પર T20 World Cup Final જોતા ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠયા

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આજે સમગ્ર દેશમાં જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચનો રોમાંચ છે, ત્યારે રાજકોટના જેતપુર શહેરમાં પણ ક્રિકેટનો જબરદસ્ત ફીવર જોવા મળ્યો છે. જેતપુરના ક્રિકેટ રસિકો માટે આ ઐતિહાસિક મેચને એકસાથે નિહાળી શકાય તે હેતુથી વિશાળ ઓન-સ્ક્રીન લાઈવ પ્રસારણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેચ શરૂ થવાના કલાકો પહેલા જ આ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

App Store

ઢોલ-નગારા અને શાનદાર ઉજવણી
શહેરના યુવા વર્ગ અને ક્રિકેટ પ્રેમીઓમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો હતો કે જેતપુરના રસ્તાઓ ક્રિકેટમય બની ગયા હતા. મેચ દરમિયાન મેદાન પર ખેલાડીઓ જ્યારે પણ ચોગ્ગા કે છગ્ગા ફટકારે, ત્યારે સ્ક્રીન સામે હાજર જનમેદની ઢોલ-નગારાના તાલે ઝૂમી ઉઠતી હતી. દરેક બાઉન્ડ્રી પર ઢોલના નાદ સાથે આતશબાજી અને નારાબાજી કરવામાં આવતા જેતપુરમાં જાણે કોઈ મોટો રાષ્ટ્રીય ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો હતો.

યુવાઓમાં રોમાંચનો માહોલ
આ આયોજનને કારણે જેતપુરના યુવાનોમાં એકતા અને દેશભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમ જેવો અનુભવ ઘરે બેઠા કરવા કરતા એકસાથે મિત્રો અને પરિવાર સાથે મોટી સ્ક્રીન પર મેચ જોવાનો આનંદ કંઈક અલગ જ છે. ભારતીય ટીમની દરેક સફળતા પર લોકો હર્ષોલ્લાસ સાથે 'ઇન્ડિયા-ઇન્ડિયા'ના નારા લગાવી રહ્યા છે, જેના કારણે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.