Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Audio of 'Haptakhori' goes viral to pass CC road bill in Dhoraji's Patanwav

VIDEO: ધોરાજીના પાટણવાવમાં CC રોડના બિલ પાસ કરવા 'હપ્તાખોરી'નો ઓડિયો વાયરલ, રાજકીય ગરમાવો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે CC રોડના કામના બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઓડિયોમાં સત્તાધારી પક્ષના હોદ્દેદારોના નામ અને પૈસાની લેતી-દેતી અંગેની વાતચીત સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

App Store

શું છે સમગ્ર મામલો?

વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં પાટણવાવ ગામના CC રોડના કામના બિલ પાસ કરવા માટે લાંચની માંગણી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ સાંભળવા મળે છે. આ કથિત ઓડિયોમાં સંવાદ કરનાર વ્યક્તિઓ ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના પરિવારજનો તથા સંગઠનના હોદ્દેદારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કથિત ઓડિયોમાં કોના-કોના નામ સંભળાય છે?

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઓડિયોમાં નીચે મુજબના નામોની ચર્ચા છે:

દિલીપભાઈ ટાંક: ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ કિંજલબેન દિલીપભાઈ ટાંકના પતિ.

નિકુંજભાઈ ગિરીશભાઈ કરણસવા: જિલ્લા પંચાયત સભ્ય પારુલબેન નિકુંજભાઈ કરણસવાના પતિ.

નિલેશભાઈ સવજીભાઈ કણસાગરા: ધોરાજી ભાજપના તાલુકા ઉપપ્રમુખ.

જયદીપ હદાલિયા: ધોરાજી તાલુકા ઉપપ્રમુખના લોકો.

હરેશભાઈ પોકિયા: જેમના તરફ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે તે કોન્ટ્રાક્ટર.

ઓડિયોમાં થઈ રહી છે આ વાત

વાયરલ ઓડિયોમાં એક તરફ કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટર પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે. ઓડિયોમાં "૧.૨૫ કરોડનું કામ છે", "૧૨ જણાને ૫-૫ હજાર દેવા પડે", "પ્રમુખ મારી સામે બેઠા છે" જેવી ચોંકાવનારી વાતો સંભળાય છે. કોન્ટ્રાક્ટર જ્યારે પૈસા આપવાની મનાઈ કરે છે અથવા બિલ પાસ થયા બાદ પૈસા આપવાની વાત કરે છે, ત્યારે તેમને દબાણપૂર્વક કામ પૂરું કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

કથિત 'ઉઘરાણી'ને લઈને સ્થાનિક સ્તરે રોષ

આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ધોરાજીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિકાસના કામોમાં થતી આ પ્રકારની કથિત 'ઉઘરાણી'ને લઈને સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ મુદ્દે હજુ સુધી કોઈ પણ જવાબદાર હોદ્દેદારો કે પક્ષ તરફથી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.