VIDEO: રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની ઉદાસીનતા, ચેમ્બરમાં ગેરહાજર
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં જ નિમાયેલા સમિતિના ચેરમેનોએ તો હજી શરૂઆતમાં જ પોતાની જવાબદારીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવાનું શરૂ કરી દીધું છે. સોમવારે જ મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓના ચેરમેનોની સત્તાવાર રીતે નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંકને હજી માત્ર ચાર દિવસ જ થયા છે, ત્યાં આજે જ ભારે આશ્ચર્ય અને આઘાતજનક ચિત્ર સામે આવ્યું છે. 15 સમિતિઓમાંથી ગુરુવારે માત્ર 3 જ સમિતિના ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર જોવા મળ્યા હતા, તો અન્ય 12 સમિતિના ચેરમેનો ગેરહાજર જણાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

