Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 5-year-old child dies after falling from third floor

Rajkot news: ત્રીજા માળેથી 5 વર્ષીય બાળક પટકાતાં મોત, માતા ઊંઘમાં હતી ત્યારે બન્યો બનાવ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: ત્રીજા માળેથી 5 વર્ષીય બાળક પટકાતાં મોત, માતા ઊંઘમાં હતી ત્યારે બન્યો બનાવ
સોર્સ : GSTV

રાજકોટ જિલાના દેસાઈવાડી વિસ્તારમાં અરેરાટીભરી ઘટના બની છે. એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 5 વર્ષીય બાળક પટકાતા તેનું મોત નીપજ્યું છે. શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રમતા-રમતા જયરાજ પરેશગીરી દેવમુરારી (ઉં.વ. 5) નામના બાળકનું બારીમાંથી નીચે પડતા જ મોતને ભેટ્યું હતું. 

App Store

 ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો

માતા રૂમમાં સુતા હતા અને બાળક અન્ય રૂમમાં રમતા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. સ્થાનિકોએ બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક નીચે પડતો હોવાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.