રાજકોટ: મહાનગર પાલિકામાં 48 વર્ષ પછી જૂના નિયમો ફરીથી લાગું કરાયા, નાગરિકોને મળશે આ સુવિધા
રાજકોટ મહાનગર પાલિકામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ મહાનગર

રાજકોટ મહાનગર પાલિકામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાની આવતીકાલે સામાન્ય સભા યોજાશે. રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડના નિયમો 48 વર્ષ પછી ફરીથી લાગું કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકામાં 2 મહિલા માર્શલની નિમણૂંક કરવામાં આવી છે.
માર્શલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો
માર્શલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં 4ને બદલે 8 માર્શલ બોર્ડમાં તૈનાત રહેશે. તો બીજી તરફ બોર્ડની વિગતો અને એજન્ડા ઈ-મેલ અને વોટ્સએપથી મોકલવામાં આવશે. બોર્ડમાં વહેલા તે પહેલા નાગરિકોના પ્રવેશને પણ મંજૂરી આપવામાં આવશે.




