મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: તેલ બજારમાં તેજી, દિવાળી પછી સિંગતેલના ભાવમાં વધારો

રાજકોટના તેલ બજારમાં દિવાળી પછી સતત ઘટાડા બાદ આજે અચાનક ભાવમાં વધારો જોવા મળ્યો છે. કમોસમી વરસ

રાજકોટના તેલ બજારમાં દિવાળી પછી સતત ઘટાડા બાદ આજે અચાનક ભાવમાં વધારો જોવા મળ્યો છે. કમોસમી વરસાદી માહોલને કારણે મગફળીની પીલાણ માટેની આવક ઓછી આવતા, સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ₹15 નો વધારો નોંધાયો છે.

ગઈકાલે સુધી ₹2380 બોલાતો સિંગતેલના ડબ્બાનો ભાવ આજે વધીને ₹2430 આસપાસ પહોંચ્યો હતો. બજાર સૂત્રો માને છે કે આ ભાવ વધારો અસ્થાયી છે. જો આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ હળવું પડશે અને બજારમાં મગફળીની 'બમ્પર આવક' થશે, તો સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની સંભાવના છે. ખેડૂતો અને ગ્રાહકો બંનેની નજર હવે હવામાનની સ્થિતિ પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો